** સંઘર્ષ ** તેનું નામ *લૂબના હયાત* હતું. તે નવસારીની અઢાર વર્ષની સુકોમળ કન્યા હતી. દેખાવે ખૂબસૂરત અને સ્વભાવે નાજુક પોયણી જેવી હતી.એક જ ધર્મના હોવાના નાતે તેણે આદિલભાઈને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આદિલભાઈ મુંબઈના રહેવાસી હતા. તે વખતે આદિલભાઈની ઉંમર ૫૬ વર્ષ હતી. બંનેની ઉંમરનો તફાવત જોઈ આદિલભાઈએ તેની રિકવેસ્ટ રિજેક્ટ કરી હતી. થોડા દિવસ પછી ફરીથી રિકવેસ્ટ મળતાં આદિલભાઈએ તે સ્વીકારી લીધી હતી. વળતી પળે જ તેનો મેસેજ આવ્યો હતો, “ હાય અંકલ !.. હું લૂબના હયાત છું. હું નવસારીની છું.તમે કેમ છો અંકલ ...?” આદિલભાઈએ જવાબ આપ્યો, “ મજામાં બેટા. “ પછી તો સમયાંતરે બંને વચ્ચે