રણચંડી

(157)
  • 4.6k
  • 6
  • 1.9k

રણચંડીહજુ તો સૂરજ આથમવાનો પણ વખત નહોતો થયો ત્યાં સૂરજને વાદળોએ ઢાંકી નાખ્યો હતો.રાત સમો અંધકાર ઓછો હોય એમ વાદળોમાં થતાં કડાકા-ભડાકા હિરપુર ગામની સીમનું વાતાવરણ વધુ ભયંકર બનાવી રહ્યાં હતાં.વચ્ચે-વચ્ચે ઝબૂકતી વીજળી કેમેરાનાં ફોક્સ સમી ભાસતી હતી.ગામનાં સૌથી દૂર આવેલાં ખેતરને વટાવી સંગીતા ઉર્ફે સંગી રેતાળ નેળિયું પસાર કરતી ઉતાવળાં ડગલે ગામની પાદર તરફ આગળ વધી રહી હતી.પોતાનાં ઘર જોડે બાંધેલી ગૌરી નામની ગાય અને ભૂરી નામની ભેંસનાં નિરણ માટેનાં લસકાની ગાંસડી સંગીનાં માથે હતી મોજુદ હતી.સંગી લસકો લઈને નીકળે એ