પ્રેમની પરિભાષા - ૪

  • 6.9k
  • 2
  • 2k

હું ટુંક સમય માં જ ધર્મેન્દ્ર પાસે પહોંચ્યો. એની હાલત જોઈ ને મને આશ્ચર્ય થયું, પણ દયા પણ આવી. એટલી દયા જનક હાલત હતી એની જેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. ઊંધો પડીને જીણો બમણાટ કરતો ધર્મેન્દ્ર અને તેની આજુ બાજુ વિખેરાયીને પડેલો સામાન. આ બધુ જોયા પછી કોઈ પણ વ્યક્તિને શું કરવું અને શું ન કરવું એની સુજ પડે જ નહી. થોડી વાર માટે હું તેની બાજુમાં બેસી રહ્યો અને તેનો બમણાટ સાંભળી રહ્યો. થોડી વાર ધ્યાનથી સાંભળતા ખબર પડી કે એ કંઈ બબડાટ નોતો કરી રહ્યો. ધર્મેન્દ્ર જે એક સાંજે તેની પ્રેમિકા ને મળવા ગયો હતો તે