જોસેફ અને થોડોક હું એ ૧૯૮૦નું વર્ષ હતું. ઉતરાયણના દિવસે ઇન્દિરા ગાંધી ફરીથી સત્તામાં આવી ગયા હતા અને એના પછીના દિવસે એટલેકે વાસી ઉતરાયણના દિવસે જોસેફ મારી બાજુના ઘરમાં રહેવા આવ્યો હતો. ખરેખરમાં તો એનું નામ જય હતું પણ એની મમ્મીને જોસેફ નામ ખૂબ ગમતું માટે એના ઘરમાં ભલે અંકલ એને જય નામથી બોલાવે પણ આંટી એને જોસેફ કહીને જ બોલાવતા. ધીમે ધીમે બધા એને જોસેફના નામેજ બોલાવવા લાગ્યા, અંકલ પણ. જોસેફ લગભગ ૩ વર્ષનો હતો ત્યારે તે એના માતા-પિતા સાથે મુંબઈથી અમદાવાદ શિફ્ટ થયા હતાં. જોસેફની ફેમિલીમાં બીજું કોઈ