મહેકતા થોર.. - ૨૯ (અંતિમ)

(38)
  • 2.8k
  • 3
  • 1.2k

ભાગ-૨૯(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ડૉકટર આયુષ સાથે વ્રતીને લગ્ન કરવા જોઈએ એવો પ્રસ્તાવ લાવે છે, પણ વ્રતી માનતી નથી હવે આગળ.....)વ્રતીના બસ ડુસકા સંભળાઈ રહ્યા. વ્યોમે બધાને ઘરે જવા વિનંતી કરી. ધીમે ધીમે ભીડ વિખેરાઈ. વ્રતી પણ ઘર તરફ જવા ઉભી થઈ, વ્યોમ બોલ્યો,"તમે થોડો સમય અહીં બેસો પછી હું ઘરે મૂકી જઈશ.."વ્રતી બોલી, "ના મારે કોઈના સહારાની જરૂર નથી.."એ ઘર તરફ ચાલતી થઈ....આખો દિવસ વ્યોમ વિચારતો રહ્યો કે હવે આગળ શું કરવું. વ્યોમે વિચાર્યું વ્રતીને હમણાં થોડો સમય આપું, એકાંત મળશે એટલે એ થોડી સ્વસ્થ થશે પછી ફરી વાત કરીશ. બે દિવસ પછી વ્યોમ ફરી વ્રતી પાસે ગયો.