ઈર્ષા એ એક એવો શબ્દ છે જે માનવ જીવનને બરબાદ કરે છે અને બીજાના જીવનને અસ્વસ્થ અને છીન્નભિન્ન બનાવે છે. જો તમે કોઈને સુખ અથવા આનંદ આપી શકતા નથી, તો બીજાના સુખ અને ખુશી જોઈ જલન અને અકળામણનો અનુભવ ન કરો. જો તમે ખુશ ન હો, તો ન થાઓ, ખુશ ન રહો, પરંતુ કોઈની ખુશી જોઈને ઈર્ષ્યાની આગમાં પોતાને બાળી ન નાખો. સમાજમાં એવું ઘણીવાર જોવા મળે છે કે કોઈ આગળ વધી રહ્યું છે, કોઈ પ્રગતિ કરી રહ્યું છે, કોઈનું નામ થઈ રહ્યું છે, કોઈ સારું કરી રહ્યું છે, તો મોટાભાગના લોકો એવા જોવા મળશે, જે પહેલેથી જ વિચારશે, આગળ