ચાલો માણસપણું કેળવીએ

  • 3k
  • 689

સિંહના બચ્ચાને શિકાર કરતા શીખવવું નથી પડતું, મોરના ઈંડાને કોઈ ચીતરવા ગયું છે ખરું ? કોયલને ટહુકો કોણ જઈ શીખવાડતું હશે ? આ જગત આખામાં માણસ જ એક એવું વિચિત્ર પ્રાણી છે કે, એને બધું જ શીખવવું પડે. અને બધું શીખવાડ્યા પછી પણ માણસનું બચ્ચું માણસ બન્યા વિના આખું જીવન જીવી કાઢે તો પણ કાંઇ નવાઈ નહિ.