ચાવીનો ગુચ્છો

(11)
  • 4.3k
  • 1
  • 1.2k

ચાવીનો ગુચ્છો“તમારી સામે તો વાત જ કરવી બેકાર છે. તમને શું ખબર કે એક સ્ત્રીને ઘરની ચાવી સંભાળવા મળે એ કેટલો મોટો મોભો કહેવાય. મારી બધીજ ફ્રેન્ડસ કિટીપાર્ટીમાં કમરમાં ચાવી લટકાળીને આવે, કોઈપણ બહાને પર્સ ખોલીને ચાવી બહાર કાઢતા દેખાડે કે “આ જુઓ ! હું અમારા ઘરની મહારાણી છું...” અને હું? હું આજે પણ કોઈપણ વસ્તુ માટે મમ્મી પાસે હાથ ફેલાવીને ઊભી રહું છું. કોણ જાણે એમનો ચાવી રાખવાનો શોખ ક્યારે પૂરો થશે. હવે તો આજુબાજુ વાળા પણ વાતો કરવાં લાગ્યા છે કે ઘરમાં બે બે વહુ આવી ગઈ છે, હવે તો નિર્મળાબેન આરામથી તીરથ યાત્રા પર નીકળી જશે. પણ ના, આપણા