ઝાંપો ઉદાસ છે.. - 15 ( અંતિમ પ્રકરણ )

  • 2.1k
  • 1
  • 912

રીના ગામમાં પ્રવેશી... ભાર એનાથી સહન નહોતો થતો... ના એ સામાનનો નહોતો... સામાન તો એ સ્ટેશન પર બેસેલ જરૂરતમંદ ભિખારીઓને જ આપી આવી હતી... આ ભાર તો જિંદગીનો હતો... અનેક તૂટેલા સપનાઓનો હતો... હૈયાફાટ રુદન કરતા અરમાનોનો હતો... આખરે આખર જાગેલી ઉમ્મીદ કે 'કદાચ એ બૂમ પડશે રોકી લેશે...' એવી કચ્ચરઘાણ થયેલી ઉમ્મીદોનો હતો... માંડ માંડ એ ઘર તરફ ચાલ્યે જતી હતી... શું માગ્યું હતું જિંદગી પાસે ને શું આપ્યું...એના સવાલોમાં અત અટવાતી જતી હતી... એને ઝાંપો દેખાયો... ઝડપ વધારી... ઝાંપામાં દાખલ થઇ...