'હજી કેટલો સમય લાગશે ભાઈ...' રીનાએ પૂછ્યું. ' બસ પહોંચી જ જઈશું... કલાકેક માં... ' એકે જવાબ આપ્યો. 'કંઈક નાસ્તો કરવો છે તમારે... કહેજો... કોઈ હોટેલ પર રોકીશું... ' ' ના ના મને બિલકુલ ભૂખ નથી ' ' ભલે... ' ભુખેય ક્યાંથી હોય... અનેક વિચારોનું ટોળું વંટોળની જેમ એના મન પર તૂટી પડ્યું હતું...ગાડી નો વેગ જેમ જેમ વધતો ગયો એટલી જ ગતિ વિચારો પણ પકડતા હતાં... જન્મોજનમ ના સાથના વચન વાસવ બસ અમુક વર્ષો માં ભૂલી ગયો...? જન્મોજનમ ના સાથ નો