ઝાંપો ઉદાસ છે.. - 13

  • 2.5k
  • 1k

'બાળક...વાસવને બાળક થવાનું છે... ? એ પાપા બનવાના છે... ?' આઘાતને ગળી જઈ તૂટેલા સ્વરે રીનાએ વાસવે માને લેવા મોકલેલ માણસોને પૂછ્યું. ' હા... ' આવેલ માણસોમાંથી એકે કહ્યું. ' એના લગ્ન ક્યારે થયા ?' માંડ માંડ હિમ્મત જાળવી રીનાએ કહ્યું. ' લગ્નને તો ઘણો સમય થઇ ગયો... ' બીજાએ કહ્યું. રીનાની આંખો ભરાય આવી... છતાં મન કઠણ રાખ્યું. અને કહ્યું... 'તમે બેસો હું ચા લાવું છું... ' એ દોડતાં રસોડામાં ગઈ... ને રીતસરની ફસડાઈ પડી. આંખોમાંથી અનરાધાર