રીનાની ખુશીનો પાર ન હતો... ઉત્સાહના આવેગમાં ઘડીક તે નાની શી હરણી જેવી કુદકા મારતી, ઘડીક ઉત્સાહને દબાવીને ગંભીર થવાનો પ્રયત્ન કરતી... આજે એની આતુરતાનો અંત આવ્યો. આશાનું એક કિરણ દેખાયું. આજે એની રણ સમી જિંદગીમાં ગુલાબ ખીલ્યું... એને એ મળ્યો... ના..., ના..., વાસવ નહીં, વાસવનો પેલો પત્ર મળ્યો. એ પત્રની એક એક અક્ષરે, રીના નું સ્મરણ ભર્યું હતું. પ્રથમ સંબોધન..., ' રીના... મારી વહાલી રીના... તને આમ છોડીને ચાલ્યો ગયો તે