કીટલીથી કેફે સુધી... - 16

  • 2.8k
  • 1.1k

કીટલીથી કેફે સુધીઆનંદ(16)કાનામામાની ચા પણ પુરી થઇ. “Yahh Anand here” હુ આટલુ જ ટાઇપ કરી શક્યો. એક વાર ફરીથી વાંચ્યુ કાઇ ભુલ નથી ને... બે-ત્રણ વાર તો “સેન્ડ બટન” પર “ટેપ” કરતા અટક્યો. “ફાઇનલી” મેસેજ “સેન્ડ” કરી દીધો. હુ ફોનને જોઉ છુ. મેસેજ “સેન્ડ” થયા નુ એક “ટીકમાર્ક” આવ્યુ. અને બે-ત્રણ સેકન્ડમા બીજુ “ટીકમાર્ક” આવી ગયુ.મારુ ધ્યાન સતત એના “પ્રોફાઇલ પીક્ચર” પર જાય છે.પણ “લાસ્ટસીન” 3 મીનીટ પહેલાનો છે. હુ કપ મુકીને પાછો આવ્યો. ફરીથી જોયુ તો “ટીકમાર્ક” અચાનક જ “બ્લુ” થયુ. “લાસ્ટસીન” ની જગ્યા પર “ઓનલાઇન” લખેલુ આવી ગયુ. હવે મારા ધબકારા વધતા જાય છે. અત્યાર સુધીની વાત તો પડદા પાછળ થઇ.