સુહાની ની આત્મા તેની વિતકકથા આગળ જણાવે છે. એ દિવસ એ મને સવારથી બેચેની લાગી રહી હતી. એ દિવસ એ ટ્યુશન માંથી નીકળતા શિયાળા નો ટાઈમ હોવાથી અંધારું થવા આવેલુ. મે વધારે અંધારું થાય એ પહેલા ઝડપથી નીકળી જવાનું વિચાર્યું અને એકટીવા લઈને નીકળી ગઈ. આખરે એ સૂમસામ રસ્તો આવી ગયો અને જે ડર હતો એજ થયું અને આટલું કહેતા સુહાની ની આત્મા રડી પડે છે અને ત્યાં હાજર બધા ની આંખો ભીની થઈ ગઈ હોય છે. હું એ રસ્તે થઈને નીકળી કે એમના માણસ એ આવીને મારી એકટીવા નો રસ્તો રોકી