આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત છૂટા પડે છે, ફિરોઝપુરમાં અનુજ ખોટો સાબિત થાય છે, ઈનાયતની ચીઠ્ઠી 6 મહિના બાદ અનુજને મળે છે હવે આગળ, એક દિવસ અચાનક કમલેશ મારી બાજુ દોડતો આવ્યો અને મારા માટે ચિઠ્ઠી આવી છે એવું કહ્યું, મને નવાઈ લાગી કે ઘરવાળાની ચીઠ્ઠી તો 2 દિવસ પહેલા જ આવી હતી, કમલેશ મારી પાસે આવ્યો અને બોલ્યો, 'ભાભીની ચીઠ્ઠી આવી છે, 'મેં ફટાક કરતી કમલેશનાં હાથમાંથી ચિઠ્ઠી ઉપાડી અને ફટાફટ બમણાં હૃદયના ધબકારે વાંચવાનું શરુ કર્યું, અનુજ..... ગુલમર્ગની ઠંડી વધતી જાય છે સાથે સાથે કાશ્મીરમાં ગરમી પણ વધતી જશે, ટૂંક સમયમાં વાતાવરણમાં ફેરફાર થશે,