દિલ પ્રેમનો દરિયો છે - 9

(28)
  • 3.7k
  • 3
  • 1.5k

"મહેર, મને ખબર નથી કે તે શું ખોયું છે. પણ, જો તું મને કોઈ વાત કરીશ જ નહિં તો હું તને કેવી રીતે સમજી. મારે તને સમજવો છે...... " તેના શબ્દો મહેરની આખો સામે જ થંભી ગયાં."શું કામ સમજવા માગે છે તું મને.....??" તે કંઈ બોલી નહીં પણ તેની આંખો ધણું કહેતી હતી. તે ખરેખર મહેરને સમજવા માગતી હોય તેમ તેની સામે એક આશા ભરી નજરે જોઈ રહી હતી. ને મહેર તેની સામે જોઈ ફરી બોલ્યો," ખરેખર તું જણાવા માગે છે..???""હા....." "ઓકે, કાલે કહેવા...""મારે અત્યારે જાણવું છે""રાત થઈ ગઈ છે ને વાત લાંબી છે. કાલે કરીશું, ગુડ નાઇટ" તે આટલું બોલી