ઓળખ

(57)
  • 2.9k
  • 2
  • 1.1k

વાર્તા-ઓળખ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.96017 55643 વિશાલે ઘડિયાળમાં જોયું.રાત્રીના દસ વાગ્યા હતા.કડકડતી ઠંડીમાં તે ધ્રુજી રહ્યો હતો.બાઈક લઇને ઘરે જવાનું હતું.ઓફિસ શહેરમાં હતી પણ તેનું ગામ શહેરથી પંદર કિલોમીટર દૂર હતું.ઓફિસ ટાઇમ સવારે નવ થી સાંજે છ નો હતો.તે બાઈક ઉપર અપ ડાઉન કરતો હતો.હેલ્મેટ પહેરવાની આળસ આજે કેટલી તકલીફદાયક સાબિત થઇ હતી એ તેને સમજાઇ રહ્યું હતું.કમસે કામ માથું તો ઠંડીથી બચી શક્યું હોત.રોજ સવારે નીકળતી વખતે છાયા હેલ્મેટ પહેરવાનું યાદ કરાવતી પણ હેલ્મેટ પહેરવી કે નહીં તે વિશાલના મુડ ઉપર આધાર રહેતો. સવારે ઓફિસ પહોંચ્યો ત્યારે બહાર ભારત સરકાર ની સરકારી જીપ જોઇને જ તેને ફાળ પડી