એંઠવાડ

(32)
  • 3.6k
  • 954

એંઠવાડરસોડામાં ફરીથી ખખડાટ થયો. ઊભા થવાનો બહુ કંટાળો આવતો હતો, છતાં હું પરાણે શરીરનો ભાર ઊઠાવી ઊભી થઈ રસોડામાં દોડી ગઈ. ત્યાં વીશીમાંથી આવેલ ટિફિનના ડબ્બામાંથી કશુંક ઉચ્છિષ્ટ ચાટી લેવા કોઇક બિલાડી આવી હતી. મને થયું કે ગેસ પર ખુલ્લા રાખેલા દૂધ તરફ તે બિલાડીનું ધ્યાન જ નહીં ગયું હોય કે પછી કાં તો તેને તાજા મલાઇદાર દૂધ કરતા વધેલ એંઠવાડમાં વધુ રસ જાગ્યો હશે..! એંઠવાડમાં એવું તો શું હશે..? અરે, ગઈકાલે તો દાળમાંયે કાંઇ ભલીવાર ન હતી અને ભાતના ચોખા તો જાણે સાવ કણકી જ જોઇ લ્યો...અને પેલું શાક..! અરે, રીંગણા બટાકા તો સાવ ગળી જ ગ્યા’તા.. ના તો દેખાવમાં