ભાગ-૨૮ ( આગળના ભાગમાં આપણે જોયું કે સૃજનભાઈ ને વ્યોમ વ્રતી પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે, પણ વ્રતીના ગુસ્સાનો ભોગ બને છે, હવે આગળ....) વ્યોમ સૃજનભાઈની ઘરે જ રોકાયો. આ બાજુ ગામમાં વાત ફેલાઈ, ગામમાં બે ફાંટા પડી ગયા, અડધા લોકોએ કહ્યું કે વ્યોમની વાત કઈ ખોટી નથી, ને અમુક રૂઢિચુસ્તોએ આ વાત ન સ્વીકારી ઉલટાનું વ્યોમને ગામની બહાર નીકળી જવું જોઈએ એવો સુર ઉઠ્યો. ને વિચારનો અમલ કરાવનારા પણ ઉભા થયા, હથિયારો લઈ વ્યોમને બહાર કાઢી મુકવા સૃજનભાઈની ઘરે ગયા. હથિયારો જોઈને સૃજનભાઈ ગભરાઈ ગયા, એ લોકોને સમજાવવા જતા હતા ત્યાં પાસે ઉભેલા વ્યોમ પર એક પથ્થરનો ઘા