ખૂની ખાંડ

  • 3.9k
  • 3
  • 1.2k

ખૂની ખાંડ “છક...છક...છક...ચક...ચક...ચક...” રસોડામાં પ્લેટફોર્મની લગોલગ બેઠેલી મીરાના હાથે ગુવાર અને બટેકા સમાંરાઈ રાહ્ય હતાં. શાકભાજીના રસના તરસ્યા અને તીક્ષ્ણ ધાર વાળા ચપ્પુ દ્વારા કપાતા કપાતા અને બાઉલમાં પડતા પડતા ગુવાર અને બટેકા મીઠું સ્નેહાળ સ્મિત કરીને મીરા સામે જોઈ રહ્યા હતાં, પરંતુ સવારના સમયે કામની ભાગાદોડીમાં એમનું એ સ્મિત માણવાનો સમય મીરાં પાસે ન હતો. એના મનમાં બસ, જલ્દી જલ્દી કામ પતાવી લઉં, હજી ધ્રુવ માટે ટીફીન બનવાનું છે, મમ્મી માટે જ્યુસ બનાવવાનું છે, પપ્પાને નાસ્તો આપવાનો છે જેવા વિચારો તેની આસ પાસ જ વંટોળાઈ રહ્યા હતાં. વધુમાં ઘરની સફાઈ અને કપડા – વાસણ કરીને કોલેજે જોબ પર જવાનું ટેન્શન