ટીકટોક વાળો વાંદરો !

(12)
  • 6.5k
  • 1
  • 1.8k

ટીકટોક વાળો વાંદરો !'નંદનવન' નામે એક મોટું જંગલ હતું.આ જંગલમાં ઘણાં વાંદરાઓ રહે.કુદકા મારે,મસ્તી કરે.આખો દિવસ હુપા...હુપ કર્યા કરે.એક દિવસની વાત.બપોરનો સમય હતો.આકરો તડકો પડતો હતો.આવા તડકામાં બલ્લુ વાંદરો દુકાન બંધ કરી પોતાને ઘેર જઈ રહ્યો હતો.એને ખૂબ તરસ લાગી હતી.ઘર તો દૂર હતું.તેણે જંપો વાંદરાને ઘેર જવાનો વિચાર કર્યો.''ચાલ, જંપોને ઘેર જઈ પાણી પી લઉં.આ બૉટલ પણ ભરી લઈશ.આમે'ય ઘણાં દિવસથી જંપોને મળ્યો નથી.'' એ મનમાં બોલ્યો.બલ્લુ ધીમે ધીમે કરતો જંપોના ઘર સુધી પહોંચ્યો.કંઈક અવાજ આવતાં એ જંપોના ઘરની બારી તરફ ગયો.બલ્લુએ કાન સરવા કર્યા. ''હું ઠુમ્મક...ઠુમ્મક નાચવાનો ! ટીકટોકમાં