સ્વસંવાદ

  • 3.3k
  • 1.2k

હોતી જ હશે પ્રેમની એક્સપાયરીડેટ, હોય જ. એટલે જ તો તેમનો પ્રેમ એક્સપાયર થઇ ગયો છે અને હવે નવો લેવા નીકળ્યા છે. આટલા વર્ષ એકલા કાઢ્યાં, દસ વર્ષની હતી ત્યારથી લઇ આજ સુધી મને એકલે હાથે મોટી કરી, મા અને બાપ બન્ને બન્યા, તો આ રહી રહી ને પત્ની ની જરૂર કેમ પડી?. સાચા પ્રેમની ડંફાશ મારી ને જ મને કંદર્પથી દુર રહેવા કીધુ હતુ “ બેટા, આ ઉંમર મા થાય તેને પ્રેમ ના કહેવાય, તે તો ખાલી આકર્ષણ છે” તો શું અત્યારે તેમને આ પ્રેમ પાંગર્યો છે તે પ્રેમ કહેવાય? આ તો પગ દુ:ખે ને ડુંગર ચડવા! મમ્મી કેટલો