FB series # ચાર્ટડ ની ઓડીટ નોટ્સ - ૩૩ # # CA.PARESH K.BHATT #બજેટ માં “ મારો ” વિચાર કરવા કરતા “ દેશનો ” વિચાર કરીએ તો ? બજેટ આવે ત્યારે બધા ની સ્વાર્થ મુલકતા ખીલી ઉઠે છે. બધાજ વિચારે છે કે મને શું મળ્યું ને મેં શુ ગુમાવ્યું ? અલબત્ત આ કઈ ખોટું પણ નથી આપણે સંસાર માં રહીએ છીએ કનખલ કે જંગલ માં નહિ. દરેકે છાપા કે ટીવી દ્વારા જોઈ લીધું કે મારો લાભ ગેરલાભ કેટલો ? મને કંઈ કપાત મળતી હતી ને હવે કેટલી મળશે ?.