વાસવ ઝાંપો છોડી દૂર દૂર ચાલ્યો ગયો. ઉદાસી એના મનને ઘેરી વળી. ખાટલે બેવડ વળી ખાંસતી માનો ચહેરો એની નજર સમક્ષ ઉપસ્થિત થયો. 'આ ખાંસી તો માનો... ' ને બાકીનું વાક્ય રીનાએ પોતાના પર છોડી દીધું હતું. એ વાક્ય ફરી યાદ આવ્યું... મનને ઘેરી વળ્યું. માં ક્ષણ ક્ષણનું મોત જીવતી હતી. ઘરડું પાન... સૂકું પાન... એક હવાનો ઝોંકો આવ્યો નથી કે ડાળીથી પાન... હવા જાણે થીજી ગઈ હતી. એના કદમ આગળ વધતા જતા હતાં. થોડા સમય પહેલાં