બસ તારી યાદ

(19)
  • 2.6k
  • 2
  • 730

બસ...તારી યાદ...દરિયા કાંઠે બેઠી વિભા વિચારી રહી...ઉછળતા મોજા ની સાથ માં આજ એના મન મહીં વિવાન યાદ આવી ગયો ઉછળતો કૂદતો અલમસ્ત...બસ પોતાની મસ્તી માં મસ્ત....આજ દરિયાકાંઠે મળી હતી એ એને....વોક પર આવતા આવતા બંને ની નજર મળી... આવતા જતા...નજરો મળતી રહી રોજ....ને...પછી થઈ સ્મિત ની આપલે..... ને પછી તો વાતો કરવામાટે જાણે કોણ શરૂઆત કરે એજ ફિરાક માં હતા બંને... આખરે હિંમત કરી ને વિભા એ જ શરૂઆત કરી...હાય.... હેલો...થી.... મિત્રતા....ને પછી ધીરે ધીરે....પ્રેમ માં પરિણમી....બસ એકબીજાના સાથ માટે તલપાપડ થતા.....ને વાતો નો દોર મોડીરાત સુધી ચાલતો.......આમ જ દરિયાકિનારે બંને મળવા લાગ્યા....ક્યારેક એક બીજાના સાનિધ્યમાં એવા તે ખોવાઈ જતા