ગેરસમજ

(25)
  • 3.5k
  • 1.3k

ઝંખના - ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી ખૂબસૂરત યુવતી હતી. એમાં પણ એની સાદગી એની સુંદરતા ઓર વધારતી હતી. માતા - પિતા ના ઉચ્ચ સંસ્કાર અને સંવેદનશીલતા એને વારસામાં મળ્યા હતા. મોર્ડન યુગની હોવા છતાં તે બધા માં અલગ જ તરી આવતી. ગ્રેજ્યુએશન પુરું થયા બાદ સ્મિત સાથે તેનું સગપણ થયું. સ્મિત તેના વડીલો ની પસંદગી હતી. ઝંખના એ વડીલો ની પસંદગીને પોતાની પસંદગી બનાવી લીધી. સ્મિત પણ દેખાવડો અને વ્યક્તિત્વશાળી યુવક હતો. ભણીને અત્યારે એ એક અગ્રેસર કંપનીમાં ઉંચી પોસ્ટ પર હતો. પરંતુ બંનના સ્વભાવ અલગ હતા. ઝંખના ખૂબ જ હસમુખી અને રમતિયાળ હતી, બધા સાથે આસાનીથી ભળી