તારીખ: 6 માર્ચ 2020, કોરોના વાઈરસના કેસમાં દુનિયાભરમાં સતત વધારો થઈ રહ્યો છે.ભારતમાં પણ લગભગ ૩૦ જેટલા કેસો નોંધાયા. આ બધા વચ્ચે ચીનથી સમાચાર આવ્યા છે કે 4 માર્ચના રોજ કોરોના વાઇરસના 118 કેસ નોંધાયા,જે છેલ્લા છ અઠવાડિયામાં સૌથી ઓછા છે.કોરોના વાઇરસથી પ્રભાવિત ચીન સરકારે ૧૬ હંગામી હોસ્પિટલ બનાવી હતી.જેમાંથી એક હોસ્પિટલ બંધ કરવામાં આવી.કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ચીનના કેન્દ્ર પ્રભાવિત શાસનને લીધે સરકારે રોગને પરખીને તેનો ઇલાજ કરવામાં ખૂબ મોડું કરી દીધું,પરંતુ WHO. મુજબ 23 જાન્યુઆરી પછી COVID 19 ને અટકાવવા ચીને જે રીતે ઝડપી પગલાં લીધા છે તેમાંથી ઘણા દેશોએ