ફૂલોનો હાર

  • 5k
  • 1.1k

‘શું છે આ ગુલાબના હારનું?’ ‘સાહેબ! ૨૦૦નો એક હાર શ.’ ‘એટલા બધા હોતા હશે...’ ‘ગુલાબ મુંઘા શ... એટલે ભાવ બહુ જ શ.’ એક મોંઘીદાટ કારમાંથી ઉતરેલા ચાલીસેકના ખડતલ બાંધાવાળા વ્યક્તિને ફૂલવાળી સાથે ભાવ બાબતે માથાઝીક કરતા જોઇ સામાન્ય માણસને કેવું લાગે? પ્રભુ, માતાજીને ચડાવાતા વિવિધ પ્રકારના હાર જેમકે ગુલાબનો, ગલગોટાનો, વગેરેના ભાવ માણસની પ્રતિકૃતિને આધારે બદલાતા હોય છે. બે પૈડાવાળા પેટ્રોલથી ચાલતા વાહનધારી ભક્ત માટે ૧૫૦ તો ચાર ચક્રધારી રથ હંકારનાર ભક્ત માટે ૨૦૦ની કિંમતનો હાર એક જ પ્રકારના ફૂલોનો બનેલો હોય છે. પ્રભુને તો વિવિધ કિંમતના ફૂલોના હારમાંથી મહેક તો એક જ પ્રકારની આવતી રહેતી હોય