ચારિત્ર્ય ના બીજ

(12)
  • 6.8k
  • 2
  • 1.6k

ઉગમણી દિશાએ આવેલું સુંદરપુર ગામ આજુબાજુના સાત એક ગામો માનું એક વિકસિત અને મુખ્ય મથક હતું.ગામના મુખ્ય દ્વારથી સાહિઠ એક ડગલાં દૂર એક ધસમસતું બજાર આવેલું.ગામના મુખ્ય દ્વાર પર ગામનું વટ વૃક્ષ એવો એક મોટો ઘટાદાર લીમડો ગામની મુલાકાત લેતા લોકોના સ્વાગતમાં કાયમ ખડેપગે ઉભો રહી સ્વાગત કરતો હોય તેમ સદાકાળ શોભતો. આ લીમડાના સાનિધ્યમાં ઘણા લોકો પોતાની રોજી લઈને બેસતા તથા બરોબર મધ્યમાં વર્ષોથી એક મોચી બેસતો.લીમડાની છત્રછાયા બારેમાસ મળી રહેતી માટે ચોમાસા સિવાય મોચી લીમડાને નિરંતર પાણી પાતો.