મિત્રતા-અનોખું બંધન

(22)
  • 1.8k
  • 562

કિઆ અને કોશા. એકબીજાના પર્યાય જ સમજી લો. બંનેની મિત્રતા ખૂબ જ જૂની. માનોને કે જ્યારથી મિત્રતા એટલે શું એ સમજતા થયા એટલે મિત્ર માટે બંનેને એકબીજાનો જ ચહેરો સામે આવે. એમાં પણ બંનેનું ઘર સામસામે એટલે બંને ઘર વચ્ચે સારો એવો ઘરોબો કેળવાયેલો. એમાં પણ વળી બંનેની ઉંમર પણ લગભગ સરખી એટલે આખો દિવસ કિઆ કોશાના ઘરે હોય કે કોશા કિઆના ઘરે. બંને જણ માત્ર સુવા જ પોતપોતાના ઘરે જતા બાકી જમતા પણ સાથે જ. બંને પરિવાર પણ એમ જ સમજતા કે ભગવાને એમને એકના બદલે બે દીકરી આપી છે. બંનેના ઘરે બંનેને એકસરખું