આપણે જોયુ કે પ્રલોકી ને અમદાવાદ કોલેજ કરવી હોય છે કેમ કે ત્યાં પ્રબલ સાથે થાય પણ નૈતિકભાઈ માનતા નથી એમને લાગે છે અહીં બોમ્બેમા જ પ્રલોકી ની કોલેજ થવી જોઈએ. પ્રલોકી નૈતિક ભાઈ ને મનાવા પ્રયત્ન કરે છે. હવે જાણો આગળ. પ્રલોકી એની ફ્રેન્ડ કિયા જોડે જુહુ બીચ પર લટાર મારવા જાય છે. કિયા, આ દરિયો જોને કેવો ઘુઘવાટ કરે છે. ને પેલો આથમતો સુરજ કેટલો સરસ લાગે છે. એ આથમી રહયો છે છતા પણ કેટલું તેજ છે એનામા, આજુબાજુ બધું જ સોનેરી કરી દીધું છે. ડૂબતા