કલ્પ મંથન

  • 3.2k
  • 833

તાળીઓ ના ગડગડાટ થી આખો હોલ ગુંજી ઉઠ્યો." કલ્પ મંથન "સંસ્થા ને સમાજ માં સર્વ શ્રેષ્ઠ યોગદાન આપવા માટે સન્માન પત્ર મળી રહ્યું છે.. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ સન્માન પત્ર ગ્રહણ કરવા માટે એકસાથે બે સુંદર સ્ત્રીઓ મંચ પર હાજર થઇ.. સૌ ચકિત થઇ ગયા. આ ગેર સમજ દૂર કરવા માટે મંચ પરથી ફરી જાહેરાત થઈ. એક જ નામની બે સંસ્થાઓ બે અલગ અલગ શહેરોમાં હતી. એક અમદાવાદમાં અને બીજી સાપુતારામાં. અમદાવાદની સંસ્થા કલ્પના જોશી ચલાવતા હતા. જ્યારે સાપુતારામાં આ સંસ્થા મંથન મહેતા ના નામે હતી. મંથન મહેતા અત્યારે સંસ્થાના જ કોઇ કામથી વિદેશ પ્રવાસે ગયા હતા. એટલા માટે