પાંદડું લીલુને રંગ રાતો..

(11)
  • 3.1k
  • 1
  • 604

આ વિસ્તારમાં અમે કલાકારો અને પત્રકારો જ રહીએ છીએ. શેરીઓ સાંકડી પણ શણગારી ફાંકડી. ચોખ્ખાઈ તો ઉડીને આંખે વળગે એવી.હું પણ એ લોકો માંનો એક લેખક,કોલમનિસ્ટ છું.અહીંના શેરીઓના અવનવા વળાંકો વચ્ચે કોઈ ચિત્રકાર ,કોઈ પત્રકાર,કોઈ વાર્તાકાર..ભાતીગળ કારકિર્દીના પણ એવા જ વળાંકો ધરાવતા રહેવાસીઓ .સાદા અને ક્લાપ્રિય,આત્મીય.ઘરોમાં પણ એવાં સાદાં પણ નવી જ કલ્પના દોડાવી બનાવરાવેલાં ફર્નિચર મળે.ભીંતો પર પણ મનભાવન ચિત્રો મળે. નાના બગીચાઓ પણ ખરા. કુંડાઓ માં ના ફુલછોડો નું રંગ આયોજન પણ રોચક. કહો મીની ગોકુળ.અહીં જ એક સ્ટુડિયો ઉભો કરી મારી ચિત્રકાર અને કોઈ ચિત્રમાં થી ઉતરી આવી હોય એવી પત્ની કેનવાસ પર રંગો ભરે, હું કોલમો અને