સુંદરતા માટે સરળ ટિપ્સ - ૧૦

(19)
  • 4.2k
  • 5
  • 1.6k

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૧૦સંકલન- મિતલ ઠક્કર સુંદરતા માટે ઘરમાં જ એટલા બધા ઉપાય મળી રહેશે કે બહારના મોંઘા સૌંદર્ય પ્રસાધનો ખરીદવાની જરૂર રહેશે નહીં. ઘરમાં સરળતાથી મળતા બરફથી મેકઅપમાં મદદ મેળવી શકો છો. બરફમાં ચામડીને પકડી રાખવાનો ગુણ હોવાથી તેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા ટાઇટ થાય છે. જો મેકઅપ કરતાં પહેલાં ત્વચા પર આઇસ ક્યુબ લગાવવામાં આવે તો એ મેકઅપ લાંબા સમય સુધી રહી શકે છે. બહારથી આવીને ચહેરાની થાકેલી ત્વચા પર બરફનો ક્યુબ પાંચેક મિનિટ ઘસીને થોડીવાર રહેવા દીધા પછી સામાન્ય પાણીથી ધોવામાં આવે તો સારું લાગે છે. ખીલ થતા હોય એવી છોકરીઓ બરફના ક્યુબ હળવેથી ઘસે તો બળતરા થતી