અગ્નિપરીક્ષા - ૧૬

(29)
  • 3.5k
  • 2
  • 1.4k

અગ્નિપરીક્ષા-૧૬ પ્રશ્નાર્થ મનદેવિકા ખૂબ ગુસ્સામાં હતી. એ ધુઆપુઆ થઈને આમતેમ આંટા મારી રહી હતી. એને આમ પરેશાન જોઈને એના મમ્મીએ એને પૂછ્યું, "શું થયું દેવિકા? આમ ગુસ્સામાં કેમ આંટા મારે છે?""અરે એ સમજે છે શું એના મનમાં? હું છોડીશ નહીં એને. મારી સાથે આવી રીતે એ વર્તન જ કેમ કરી શકે?" દેવિકા બોલી.પણ હજુ મારા મામી ને સમજાઈ રહ્યું નહોતું કે દેવિકા કોની વાત કરી રહી છે એટલે હવે મારા મામી એ સ્પષ્ટ પૂછ્યું, "કોની વાત કરે છે દીકરી?""પ્રલય ની વાત કરું છું મમ્મી." દેવિકા એ જવાબ આપ્યો."પણ પ્રલય એ કર્યું છે શું એ તો કહે!" મારા મામી બોલ્યા."એણે મને