પ્રેત યોનિની પ્રીત... - 20

(132)
  • 6.2k
  • 4
  • 3.1k

પ્રેતયોનીની પ્રીત - પ્રકરણ-20 વિધુ અને વૈદેહીએ બંન્નેને પોતપોતાનાં ઘરે ફોન પર વાત કરી લીધી અને બંન્નેનાં ફોન સ્વીચ ઓફ કરી દીધાં મનને શાંતિ થઇ બંન્ને જણાં નિશ્ચિંત થયાં અને એક હાંશ અનુભવી. વૈદેહીએ કહ્યું "વિધુ તારી મંમી ખૂબ સમજું છે અને તને ખૂબ પ્રેમ કરે છે સાચવે છે તું એમનો એકનો એક લાડકો છોકરો છે કહેવું પડે.. સામેથી કહે છે તું ફરી લે શાંતિથી ચિંતા વિનાં... વિધું કહે "સાચી વાત છે માં મારો ખૂબ ખ્યાલ રાખે છે ખૂબ કાળજી લે છે. અને તને ખબર છે ? મને ઊંઘ ના આવે ને તો હું માંને વળગીને એનાં ખોળામાં સૂઇ જઊં જાણે