થશરનું રહસ્ય ભાગ ૫

(33)
  • 3.1k
  • 2
  • 1.8k

સમયગાળો વર્તમાન નિખિલે નીલકંઠને એક રિપોર્ટ બનવીને મોકલ્યો જેમાં તેણે લખ્યું કે ક્યાં તો આપનું મોકલેલું ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર કામ નથી કરતુ અથવા જો તે બરાબર કામ કરતુ હોય તો મુંબઈ માં લગભગ ૨૦૦ થી ૩૦૦ એલિયન્સ ની હાજરી છે . મુંબઈ ની જનસંખ્યાને હિસાબે તે કદાચ ઓછી જણાતી હશે પણ આ આંકડો નાનો નથી અને તેમાંથી આપણે જેને શોધવા કહ્યું છે તે અસંભવ છે , અમને મદદની જરૂર પડશે . નીલકંઠ અને યુવરાજ ઓફિસમાં બેસીને નિખિલના રિપોર્ટ પર ચર્ચા કરી રહ્યા હતા . યુવરાજે કહ્યું આટલા બધા એલિયન મુંબઈ માં અને તે વિષે આપણને જાણ પણ નથી .