થશરનું રહસ્ય ભાગ ૪

(26)
  • 3.3k
  • 1
  • 1.8k

સમયગાળો : વર્તમાન વર્ષ ૨૦૧૯ સ્થળ : સ્વિટ્ઝર્લેન્ડ એક વ્યક્તિએ દરવાજો અલગ અંદાજ માં ખટખટાવ્યો .થોડીવાર રહીને દરવાજો ખુલ્યો . ખટખટવાનાર વ્યકતિ બેધડક અંદર ચાલ્યો ગયો પણ ખોલનારે બહાર નજર કરી અને ઘણીવાર સુધી અંધારામાં તાકી રહ્યો. જયારે વિશ્વાસ થયો કે બહાર કોઈ નથી એટલે દરવાજો બંદ કરીને અંદર આવ્યો . દરવાજો ખોલનાર વ્યક્તિ જયારે ડ્રોઈંગ રૂમ માં પહોંચ્યો ત્યાં સુધીમાં આગંતુક વોડકા ની બોટલ ખોલીને અડધી ગટગટાવી ચુક્યો હતો . પછી તેણે થોડી થોડી વોડકા બે ગ્લાસમાં કાઢી અને એક ગ્લાસ તે વ્યક્તિ સામે ધર્યો . તે વ્યક્તિએ આગંતુક પર નજર કરી અને કહ્યું કેટલું પીએ છે .