ઓપેરેશન દિલ્હી - ૧૮

(33)
  • 3.2k
  • 6
  • 1.6k

સવારે રાજ અને પાર્થ વહેલા ઊઠીને નિત્યકર્મ પતાવી નવરા થયા. ત્યાં સુધીમાં દિયા પણ તૈયાર થઈ આવી ગઈ હતી. તેણે વારાફરતી બંને નો મેકઅપ કરવાનું શરૂ કર્યું. લગભગ બે કલાકની મહેનત પછી બંને નો વ્યવસ્થિત મેકઅપ પૂરો થયો. બંને પહેલાં કરતાં સાવ અલગ લાગી રહ્યા હતા. ત્યાં બાકી બધા પણ ઉઠી તૈયાર થઇ પાર્થ ના રૂમ પર ભેગા થયા. ત્યારબાદ બધા એ ફરીથી એક વખત ગઈકાલની યોજના નું એક વખત ફરી વિશ્લેષણ કર્યું. બધાએ પોતપોતાના કામ વિશે જણાવ્યું. ત્યારબાદ બધાએ ચા સાથે નાસ્તો કર્યો. હવે બધા વાતો કરતા બેઠા પણ ધ્યાન સામેના રૂમ તરફ હતું. કારણ કે તેઓને ખબર હતી