ઓપેરેશન દિલ્હી - ૧૫

(39)
  • 4k
  • 4
  • 1.6k

શહેરમાં પ્રવેશતા પાર્થે કહ્યું “હવે તમે ત્રણે રિક્ષામાં હોટેલ પર પહોંચો કેમ કે અહીંયા ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરીશું તો બીજી મુશ્કેલી આવશે એટલે તમે રીક્ષા માં આવો અને હું તમારી પાછળ બાઈક માં પહોચું છું.”પાર્થ ની વાત યોગ્ય લાગતા એ ત્રણેય ત્યાં બાઇક પરથી ઉતરી ગયા. પાર્થ રીક્ષા લઇ આવ્યો રાજ,અંકિત અને કેયુર તેમાં ગોઠવાયા. પાર્થ બાઈક પર હોટેલ પર પહોંચો ત્યાં તેણે રિસેપ્શન કાઉન્ટર ઉપર બાઈકની ચાવી પાછી આપી પોતાના રૂમ માં ગયો. તેણે કૃતિ,ખુશી,દિયા અને રીતુને પણ પોતાના રૂમમાં બોલાવ્યા. ત્યાં સુધીમાં અંકિત,રાજ અને કેયુર પણ આવી ગયા એ બંનેની હાલત જોઈ ખુશી એ પૂછ્યું “ક્યાં હતા