નિષ્ફળ વાર્તાકાર

(25)
  • 3.1k
  • 1.2k

'નિષ્ફળ વાર્તાકાર' હું અસમંજસમાં છું. મારે તમને એ વાત વાર્તાની શરૂઆતમાં કહી દેવી જોઈએ કે અંત સુધી હું એ વાતની ગુપ્તતા જાળવી રાખું? મનમાં સંશય છે કે જો હું એ વાત તમને જણાવી દઈશ તો તમને વાર્તામાંથી રસ ઉડી જશે. બીજો વિચાર એ પણ આવે છે કે તમારાથી કોઈ વાત છુપાવીને હું તમને છેતરી પણ ન શકું. તો શું કરું? સમયને સમયનું કામ કરવા દઉં? તમે મને થોડો સમય આપશો, મારી વાર્તા સમજવા? તમારો જવાબ મને નથી ખબર પણ હું મારી વાત આગળ વધારી રહ્યો છું. હું એક યુવાન લેખક છું. મેં અઢળક વાર્તાઓ લખી છે. મારી વાર્તાઓ મોટાભાગે ટીકાપાત્ર