ઝાંપો ઉદાસ છે.. - 1

  • 3.7k
  • 1.8k

પ્રકરણ -1' રસોઈ તૈયાર છે ? ''ના, પણ તૈયાર છે એમ જ સમજ ને !''કેમ તૈયાર નથી ?' એમ વાસવ ને પૂછવાનું જરા મન તો થયું, પણ બીજી જ પળે મનમાં કશુંક વિચારીને એ ચૂપ જ રહ્યો. હજુ એ પતિ અધિકાર તેને પ્રાપ્ત કરવાનો બાકી હતો... પતિ અધિકાર એટલે પતિની મરજી સાચવવાની અનિવાર્ય ફરજ... પતિ અધિકાર એટલે પત્ની પરત્વે પતિએ નહીં બજાવેલી ફરજના ફળની અપેક્ષા... એ કારણ વિના પતિ અધિકારનો અર્થ શોધવા મથામણ કરી રહ્યો... પતિ ઈચ્છે ત્યારે રસોઈ તૈયાર હોવી જોઈએ... જમવાનું ટાણું હોય કે ન હોય.. ઘરમાં રાશનપાણી હોય કે ન હોય... પતિ અધિકારને એમાં કશો ફર્ક પડતો નથી... પતિ અધિકારની આવી અફલાતૂન વ્યાખ્યા પર એને ખડખડાટ