અડગ પુરુષ

(33)
  • 1.4k
  • 1
  • 556

એક નાની ક્લિનિક તેમાં ડૉક્ટર શાહ સાહેબ. આંખો દિવસ તેની ક્લિનિક પર હોય ને સમય મળે તો મંદિરની બહાર સેવા આપે. ત્યાં બેઠેલા ભિખારીઓની તપાસ કરી દવા આપે. એક દિવસ શાહ સાહેબ મંદિરની બહાર બેઠેલા ભિખારી ની સેવા કરી રહ્યા હતા ત્યાં તેનું ધ્યાન એક ખુણામાં બેઠેલા બાપા પર ગયું. તે સાદા પણ સ્વચ્છ કપડામાં હતા. શાહ સાહેબ ને લાગ્યું તે બાપા ભિખારી તો નથી. પણ અહીં કેમ..!!! થોડીક નજીક આવીને જોઈ તો તેમનો એક પગ ન હતો. તેની બાજુમાં લાકડાની કાખઘોડી હતી. શાહ સાહેબ તેની નજીક ગયા ત્યાં કોઈ બોલ્યું ડોક્ટર સાહેબ તે તો ગાંડો છે ત્યાં ન જાવ.