સલોની એ મોબાઈલ હાથ માં લીધો,અને નંબર ડાયલ કર્યો. પ્લીઝ,કોલ રિસિવ કર,પ્લીઝ નિક..... સામે છેડે રિંગ જતી હતી,પણ કોઈ ફોન ઉપાડતું ના હતું.. *********#********#*******#*************** સલોની.....એય....સલોની.....ગીતા બહેન એ રસોડા માંથી જ સલોની ને બૂમ મારી.. ગીતાબહેન આજે ખૂબ ઝડપ થી હાથ ચલાવતા હતા.આજે કઈક અલગ ઉત્સાહ માં તેઓ કામ કરીએ જતા હતા.સવાર ના પાંચ વાગ્યા ના આજે જાગી ગયા હતા.રોજ સાત વાગ્યે જાગનાર દિનેશભાઇ ને પણ તેમણે આજે જલ્દી જગાડી દીધા હતા.દિનેશભાઇ મો વકાશી ને ગીતાબેન ની દોડધામ જોઈ રહ્યા હતા.અને ગીતા બેન નો ઉત્સાહ જોઈ મન માં ને મન માં હરખાતા હતા. "ગીતું જોજે હો,હરખ માં ને હરખ માં મારી