રુતબો એક કપ ચાયનો..

  • 4.5k
  • 1
  • 1.4k

જન્મની સાથે જીભ પર એક ટીપું મધનું ને મૃત્યુ સમયે મુખમાં એક ચમચી ગંગાજળ એ પૃથ્વી પર આવનાર મનુષ્ય દેહ માટે કે ધરા છોડી જનાર આત્મા માટે ભલે ખૂબ લાભદાયી કેમ ન હોય; પણ વચ્ચેના ગાળામાં 'આમ એમ જ' શાનથી જીવી લેવા માટેનું અમૃતમય પીણું કાંઈ હોય તો એ છે 'ચા' ! હા, ચા ..! ચાની એક પ્યાલી કે રકાબી - જેને જે અનુકૂળ આવે તે..! ચા-રસિક સિવાયના લોકોને આ વાત ગળે ઉતારવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું..! એમાંય, ઘણા લોકોની ચા પ્રત્યે ની નીરસ મનોવૃત્તિ એવી કે ચા ની મહેફિલ સમયે દુધ, કોફી કે બોર્નવિટા ની મનોમનની છુપી તીવ્ર