દેવલી - 3

(27)
  • 3.1k
  • 1
  • 1.4k

કોલેજના ગેટ પર બધાની નજર ચોટી છે.જોઈ રહેલ હર યુવાનને સૌથી પહેલા અનિમેષ નજરે તે માદકતું રૂપ પી લેવું છે.એ રૂપ રોજ આ કામણગારી આંખો પીવે છે છતાં તૃપ્ત નથી થતી.તે રૂપની માદકતાજ એવી છે કે તેના એક લચકામાં તો ચંપો ને મોગરો પણ પોતાની ખુશ્બૂ છોડી ઇર્ષાથી કરમાઈ જાય છે.કોલેજના બાગની સઘળી સુગંધ ક્યાય ઓસરી જાય છે ને તે રૂપ પ્રવેશે ત્યારે આખા જગતની સુવાસ જાણે તેના કનેથી પ્રસરતી હોય તેવી ચારેકોર ફેલાઈ જાય છે. ઝીરો ફિગરની કમર લચકતી ના હોય છતાંય લટકા લેતી હોય તેવી, સ્પોર્ટ્સ tights ટાઈપનું ટોપ અને સ્કર્ટ તેના મખમલી બદનને