આહુતિ

(19)
  • 4k
  • 1k

એ પરભી ઊભી થા, દિ માથે આય્વો તોય માસડામાં પડી સો.' ફળિયામાં વાશિંદુ કરતા કરતા મારા બા એ ઘોઘરા અવાજમાં ત્રણ ડેલા સુધી સંભળાય એવો પડકારો પાડ્યો; પણ ઊંઘ હજી મારી પાપણ પર બેઠી હતી. હું આમતો જાગતી જ હતી, પણ પથારીમાંથી ઉભા થવાનું મન થતું ન હતું. ' એ શિતારામ નાનુમાં' ડેલાની નાની ગળકબારીમાંથી અંદર આવતા મોંઘીકાકીના અવાજે મારી ઉંઘ ઉડાવી, પણ હું પથારીમાં પડી રહી. 'તે આ પરભાબેન કેમ બારબપોરે હજી લગણ પથારીમાં પડ્યાં સે? કાય હાજામાંદા સે?' મોંઘીકાકીએ મારા બા ને કે' તા, બરણી પડથારની કોરે મુકી. ' ના રે બાય, કાલ્ય જેઠાભાઈની સોડીના લગનમાં આખી રાત્ય