તરસ્યો સંગમ

(35)
  • 4.8k
  • 1
  • 1.4k

આલોક ના ક્લિનિક માં ચાર પાંચ માણસો એક યુવતી ને ઉચકીને લઈ આવ્યા અને કહેવા લાગ્યાં દાકતર સાહેબ આ બહેન નદી કિનારે પડ્યાં હતા તેમના માં જીવ હતો તેથી અમે તમારી પાસે લઈ આવ્યાં. આલોકે કહ્યું સારું હું તપાસી જોઉ છું. કહી તે યુવતી પાસે ગયો પણ યુવતી નું મોઢું જોઈને તેનાથી ચીસ નંખાઈ ગઈ આ તો સુધા છે. અને જલ્દીથી તેની ટ્રિટમેન્ટ માં લાગી ગયો. પેટ દબાવી દબાવી ને બધું પાણી કાઢી ને તેનામા થોડો સળવડાટ થયો પછી તેને ઇન્જેક્શન આપી ને ભાનમાં લાવવાની કોશિષ કરવા લાગ્યો. બે કલાક ની જહેમત પછી સુધા ને સારું થતાં