સ્પર્ધા....ચિત્ર પર વાર્તા...આમ તો સ્મશાન ની રાખ હજુ ઠરી પણ ના હતી... ને લોકો પોતાની ફરજ નિભાવી ને છુંટા પડતા હતા....ને બસ બધા ના મોઢે એક જ વાત હતી. ....હવે રોશની નું શુ થાશે....બિચારી....એક તો ઉમર નાની ને માથે આ આવડા પરિવાર ની જવાબદારી.........એના માથે તો આભ તૂટ્યો છે આભ......વિરાટ ને અને રોશનીને બનતું પણ કેવું...જાણે સારસ બેલડી....આમ અધવચ્ચે મૂકી ને જતો રહ્યો...પણ બેન કુદરત આગળ ક્યાં કોઈ ની હાલે છે.....બસ ને અકસ્માત ના નડ્યો હોત તો આજ વિરાટ જીવતો હોત...પણ આપણું થોડું હાલે.....બિચારી રોશની.....કેમ કરી જીવશે નાના બાળકો ની તથા પરિવાર ની જવાબદારી.....ને પાછી જુવાન...બાઈ.....આ જમાનો પણ કેવો ખરાબ