સતાધાર

(17)
  • 4.2k
  • 1.4k

ટક ટક કરતાં પગથિયાં ચડીને શ્યામ અંધારામાં મોબાઇલની ફ્લેશ લાઇટના આંજવાળાની મદદથી દરવાજા પરનું તાળું ખોલીને સ્ટોપર ખોલી ચૂક્યો હતો. પ્રવેશ કરતાંની સાથેજ અંદરની ટ્યુબલાઇટ ચાલુ કરી. સવારના 5 વાગી રહ્યા હતા. બ્લૂ રંગના સોફા અને પથારી પર ઉતાવળમાં જતાં વેંત મૂકેલી વસ્તુઓનો ઢગડો અસ્ત વ્યસ્ત પડ્યો હતો. ફ્રીજ ખોલી અને શ્યામે તેમાથી એક થમ્સ અપનું ટીન કાઢ્યું. તેને પીતા પીતા વિચારોના વમળમાં ખોવાય ગયો. શ્યામ રાજકોટની એક ટ્રેડિંગ કંપનીમાં કામ કરી રહ્યો હતો. ઘડિયાળના કાંટા ઉપર જીવન જીવતી કંપનીનો એક મહત્વનો કર્મચારી હોવાને લીધે વર્ક લોડ બહુ રહેતો. પાછો ડબલ શિફ્ટ કરવાવાળો એટ્લે દિવસના ભારતના કોલ્સ એટેન્ડ કરતો અને